આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા આપણા દેશના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહિત કરવા માટેની એક પહેલ છે.
શિષ્યવૃત્તિ પાત્રતા (Eligibility)
આ શિષ્યવૃત્તિ એન્જિનિયરિંગ, કાયદો અને સંચાલનની અગ્રણી સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આ કોલેજો છે જે આ પહેલમાં આવરી લેવામાં આવી છે:
મેનેજમેન્ટ (Management)
આઇઆઇએમ અમદાવાદ, બેંગલોર, કોલકાતા, લખનૌ, ઇન્દોર, કોઝીકોડે, શિલોન્ગ.
એન્જિનિયરિંગ (બી.ટેક)| Engineering (B. Tech.)
IITs મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કાનપુર, ખડગપુર, રૂરકી, ગુવાહાટી, BITS પિલાની: તમામ કેમ્પસ.
કાયદો (Law)
નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી, બેંગલોર, NALSAR યુનિવર્સિટી ઓફ લો - હૈદરાબાદ, ડબલ્યુબી(WB) નેશનલ યુનિવર્સિટી ઓફ જ્યુરીડિકલ સાયન્સ, કોલકાતા, નેશનલ લો યુનિવર્સિટી - જોધપુર.
શિષ્યવૃત્તિ રકમ (વિદ્યાર્થી દીઠ)
- મેનેજમેન્ટ માટે (Management) - દર વર્ષે INR 1,75,000
- એન્જિનિયરિંગ માટે (Engineering) - દર વર્ષે INR 65,000
- કાયદા માટે(Law) - દર વર્ષે INR 1,80,000 સુધી
બેઠકોની સંખ્યા (No. of seats) - સંબંધિત પ્રવેશ પરીક્ષાઓ (દરેક સંસ્થામાં) ના ટોચના 20 વિદ્યાર્થીઓ જ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે.
અરજીનો સમય (Application time)
કાયદા અને ઇજનેરી વિદ્યાર્થીઓ માટે અરજી ઓગસ્ટ દરમિયાન થાય છે. મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે અરજી જુલાઈમાં થાય છે.
શું ખાસ છે ?
આ શિષ્યવૃત્તિ પસંદગી કરતી વખતે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લે છે. તે ટ્યુશન ફી તેમજ હોસ્ટેલ ફીનો મોટો ભાગ આવરી લે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ પાસે સ્નાતક થયા પછી આદિત્ય બિરલા જૂથમાં જોડાવાનો વિકલ્પ પણ છે.
Comments
Post a Comment