નમસ્કાર મિત્રો ,
આજ કાલ ના ઈન્ટરનેટ જગત માં તમામ લોકો પાસે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ જેવા આધુનિક ઉપકરણ હશે. પરંતુ, તેમાં તમને ઉપયોગી અને સાચી જાણકારી ભાગ્યે જ મળતી હશે. આપણે રોજબરોજ ની જિંદગી માં અવાર નવાર સાંભળતા હોઈએ છીએ, કે આ વિદ્યાર્થી ભણવાંમાં ખુબ હોશિયાર છે. પરંતુ, વાલીઓ પાસે પૈસા નથી કે તેના સપનાઓ ની ઉડાન ને પાંખો આપી શકે અથવા તો વિદ્યાર્થી અને વાલીઓ ને યોગ્ય માર્ગદર્શન નથી મળી રહ્યું. તમારા આવા પ્રશ્નો નો ઉકેલ લાવવા ભારત સરકાર , ગુજરાત સરકાર , બેંક , ઘણી પ્રાયવેટ કંપનીઓ દ્વારા સ્કોલરશીપ (શિષ્યવૃતિ) આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ના શિક્ષણ માં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે પરંતુ તેની જાણકારી સમયાનુસાર બધાને મળી રહેતી નથી અને ઘણા લોકો જાણકારી થી વંચિત રહી જાય છે.
'ગુજરાતી જ્ઞાન' નો મુખ્ય ઉદ્ધેશ ગુજરાત ના ખૂણે ખૂણે રહેતા વિદ્યાર્થીઓ ને તમામ પ્રકાર ની સ્કોલરશીપ (શિષ્યવૃતિ), શિક્ષણ સંબંધિત યોજનાઓ ની માહિતી સમયાનુસાર આપવાની અને શિક્ષણ સંબંધિત માર્ગદર્શન આપવાનો છે , જે અમારી ટીમ દ્વારા સંશોધન કરી ને તમારા સુધી પહોંચાડવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરી શકે અને કોઈ પણ તેજસ્વી તારલા આ શિક્ષણ ની હરીફાઈ માં પાછળ ના રહી જાય.
આભાર !
Comments
Post a Comment